લખનૌ : અફઘાનિસ્તાનની અંડર 19 ટીમે ફરીવાર એક જોરદાર પર્ફોમન્સ આપીને ભારતને હરાવી દીધું છે. મહેમાન ટીમે શનિવારે લખનૌમાં ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમને બે વિકેટથી હરાવી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમની પાંચ દિવસમાં આ બીજી જીત છે. ભારતીય અંડર 19 ટીમે પાંચ મેચોની વન ડે સિરીઝમાં ત્રણ મેચ જીતી છે. આમ. આ વન ડે સિરીઝ ભારતે 3-2થી જીતી લીધી છે.
AUS vs PAK : ડેવિડ વોર્નરે બનાવી 2019ની પ્રથમ ત્રેવડી સદી, તોડ્યો કોહલીનો રેકોર્ડ
શનિવારે લખનૌના અટલ બિહારી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયાએ 157 રનનો સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટને અફઘાનિસ્તાને આઠ વિકેટ ગુમાવીને સિદ્ધ કરી લીધો હતો. અફઘાનિસ્તાને આ પહેલાં મંગળવારે ભારતીય ટીમને ત્રણ વિકેટે હરાવી હતી.
અફઘાનિસ્તાન તરફથી આસિફ મુસાજાઈએ 42, ઇમરાને 31, શફીકઉલ્લાહ ગફારીએ અને આરિફ કાને 16 રનનું પ્રદાન કર્યું હતું. ભારત માટે સુતરે 3, હેગડેએ 2 અને કાર્તિક ત્યાગી, બંસલ તેમજ ભદોરિયાએ એક-એક વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે